Connect Gujarat
દુનિયા

પુતિને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના ઘડી,વાંચો શું પગલા લીધા

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યુ છે.પુતિનના આ મનસ્વી વલણને પગલે પશ્ચિમી દેશોએ ઘણા આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે

પુતિને આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના ઘડી,વાંચો શું પગલા લીધા
X

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી યુદ્ધ ચાલી રહ્યુ છે.પુતિનના આ મનસ્વી વલણને પગલે પશ્ચિમી દેશોએ ઘણા આર્થિક પ્રતિબંધો પણ લગાવ્યા છે. ત્યારે પુતિને લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો સામનો કરવા માટે નવી વ્યૂહરચના ઘડી છે.

રશિયન રોઝિન્સકાયા ગેઝેટના અહેવાલ અનુસાર રશિયાએ દેશમાં ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અઘિકારો સાથે જોડાયેલા નિયમોને હળવા કર્યા છે.અહેવાલોનું માનીએ તો રશિયા હવે પશ્ચિમી પેટન્ટ ધારકોની પરવાનગી વિના તેમની નકલ કરી શકે છે. જેથી હવે લોકો કોઈપણ દેશની ઈન્ટેલેકચુઅલ પ્રોપટીનો ઉપયોગ અધિકારો વિના પણ કરી શકશે. આ સાથે હવે અન્ય દેશોની ફિલ્મો,ગેમ્સ,ટીવી શો અને સોફ્ટવેર માટે સંબંધિત કંપની અથવા સંસ્થાને ચૂકવણી કરવાની કોઈ જરૂર રહેશે નહીં. ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અઘિકારએ કંપની, સંસ્થા અથવા વ્યક્તિને આપવામાં આવેલ કાનૂની અધિકાર છે. જે કોઈપણ ટેક્નોલોજી, શોધ, અથવા ડિઝાઈન બનાવે છે તેની કોઈ નકલ ન કરી શકે. બીજા શબ્દોમાં કહીએ તો પેટન્ટ કોઈપણ કંપની, સંસ્થા અથવા વ્યક્તિને એકાધિકાર આપે છે. તમને જણાવી દઈએ કે ઈન્ટેલેકચુઅલ પ્રોપ્રટી અધિકાર હેઠળ આવરી લેવામાં આવેલ કોઈપણ લેખ, ડિઝાઈન અથવા કોપીરાઈટના ઉપયોગ માટે તેની સાથે સંકળાયેલ વ્યક્તિને ચોક્કસ રકમ ચુકવવાની રહેશે.

Next Story