Connect Gujarat
મનોરંજન 

Raveena Tandonને પુત્રી સાથે સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કર્યા, ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને બિરદાવી...

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન પોતાની પુત્રી સાથે પહોંચી

X

સોમનાથના સાનિધ્યમાં ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન

પોતાની પુત્રી સાથે પ્રથમ જ્યોતિર્લિંગના કર્યા દર્શન

જળાભિષેક કરી સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું

અલૌકિક સ્વરૂપના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી

ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાને અભિનેત્રીએ બિરદાવી

બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડને પોતાની પુત્રી સાથે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને બોલીવુડ ફિલ્મ અભિનેત્રી રવીના ટંડન પોતાની પુત્રી સાથે પહોંચી હતી.

રવીના ટંડનએ શ્રી સોમનાથ મહાદેવના અલૌકિક સ્વરૂપના દર્શન કરીને ધન્યતા વ્યક્ત કરી હતી. સોમનાથ મહાદેવને જળાભિષેક કરી હર હર મહાદેવના નાદ સાથે સોમનાથ મહાદેવને શીશ નમાવ્યું હતું. આ તકે સોમનાથ ટ્રસ્ટ તરફથી પૂજારી દ્વારા અભિનેત્રી રવિના ટંડનને સોમનાથ મહાદેવનો પ્રસાદ આપી શુભાશિષ પાઠવવામાં આવ્યા હતા. અભિનેત્રી રવીના ટંડને સોમનાથ મંદિર વ્યવસ્થાપન અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી યાત્રી સુવિધા અને સમાજ ઉત્કર્ષની કામગીરી તેમજ પ્રકૃતિ રક્ષણ માટે કરવામાં આવતા સોમનાથ ટ્રસ્ટના કાર્યો વિશે જાણીને સોમનાથ ટ્રસ્ટની ઉત્તમ યાત્રી સુવિધાઓને અભિનંદન આપ્યા હતા.

Next Story