Connect Gujarat
દુનિયા

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં અમેરિકાની દખલથી રશિયા નારાજ, બ્લેક સીમાં ઉતારી હાઈપરસોનિક મિસાઈલ...

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બે અઠવાડિયા પહેલા જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે અમેરિકા તરત જ ઈઝરાયેલના સમર્થનમાં આવ્યું

ઈઝરાયલ-હમાસના યુદ્ધમાં અમેરિકાની દખલથી રશિયા નારાજ, બ્લેક સીમાં ઉતારી હાઈપરસોનિક મિસાઈલ...
X

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ ચાલુ છે. બે અઠવાડિયા પહેલા જ્યારે હમાસે ઈઝરાયેલ પર હુમલો કર્યો ત્યારે અમેરિકા તરત જ ઈઝરાયેલના સમર્થનમાં આવ્યું. રાષ્ટ્રપતિ જો બાયડેને તમામ સહાયતાની ખાતરી આપી અને થોડા કલાકોમાં ઇઝરાયેલ તરફ લશ્કરી કાફલો મોકલ્યો. એમ કહી શકાય કે અમેરિકા ઈઝરાયેલ-પેલેસ્ટાઈન સંઘર્ષમાં વધારે રસ દાખવી રહ્યું છે, પરંતુ આનાથી રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન પણ ચિંતિત છે. જોકે તેમની ચિંતાનું કારણ શું છે? ઉલ્લેખનીય છે કે ઈઝરાયેલને સમર્થન આપવા માટે બાયડેન સરકારે) બીજા એરક્રાફ્ટ કેરિયર યુએસએસ ડ્વાઈટ ડી. આઈઝનહોવર કેરિયર સ્ટ્રાઈક ગ્રુપને પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં મોકલ્યું છે. અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિને કહ્યું કે તેને ઈઝરાયેલ વિરુદ્ધ ઉઠાવવામાં આવી રહેલા પગલા અને આ યુદ્ધને વ્યાપક બનાવવાના કોઈપણ પ્રયાસને રોકવા માટે મોકલવામાં આવ્યો છે. આઈઝનહોવર યુએસએસ ગેરાલ્ડ આર. ફોર્ડ કેરિયર સ્ટ્રાઈક ગ્રુપમાં જોડાશે, જે ઈઝરાયેલ પહેલાથી જ ધરાવે છે. ફાઈટર એરક્રાફ્ટ અને ક્રૂઝર સાથે ત્યાં અમેરિકાની હાજરી વધારવા માટે પણ આ પગલું લેવાયાની ચર્ચા છે. દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ ઈઝરાયેલને અમેરિકાની મદદ અંગે ચીનમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કર્યા બાદ પત્રકાર પરિષદમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકાએ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના સંઘર્ષના જવાબમાં ભૂમધ્ય સમુદ્રમાં બે એરક્રાફ્ટ કેરિયર મોકલ્યા છે. રશિયાએ ભૂમધ્ય સમુદ્રમાં અમેરિકાની સીધી હાજરીને પોતાના માટે એક અસ્પષ્ટ ચેતવણી તરીકે લીધી છે. તેથી રશિયાએ બ્લેક સીમાં પેટ્રોલિંગ કરવા માટે કિંજલ હાઇપરસોનિક મિસાઇલો સાથે રશિયન એરક્રાફ્ટને તહેનાત કરવાનો આદેશ આપ્યો છે.

Next Story