રશિયાનો યુક્રેન પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો, 6 લોકોના મોત

રશિયાએ સોમવારે યુક્રેન પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન રશિયાએ યુક્રેનના દક્ષિણ-પશ્ચિમ શહેરો પર ગ્લાઈડ બોમ્બ પણ ફેંક્યા હતા

New Update
iran fire
Advertisment

રશિયાએ સોમવારે યુક્રેન પર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન રશિયાએ યુક્રેનના દક્ષિણ-પશ્ચિમ શહેરો પર ગ્લાઈડ બોમ્બ પણ ફેંક્યા હતા. આ હુમલામાં છ યુક્રેનિયન નાગરિકોના મોત થયા છે, જ્યારે 30થી વધુ ઘાયલ થયા છે.રશિયા દ્વારા ટાર્ગેટ કરાયેલ યુક્રેનના શહેરો યુદ્ધ ક્ષેત્રની આગળની રેખાથી 1000 કિમીની ત્રિજ્યામાં છે. સોમવારે દક્ષિણી શહેર માયકોલાઈવમાં રશિયન હુમલામાં પાંચ નાગરિકો માર્યા ગયા હતા.

Advertisment

આ શહેર પર રશિયાએ ડ્રોન વડે હુમલો કર્યો હતો. હુમલામાં 45 વર્ષીય મહિલા પણ ઘાયલ થઈ છે.આ સિવાય રશિયાએ ઝાપોરિઝિયા શહેર પર 3 શક્તિશાળી ગ્લાઈડ બોમ્બ ફેંક્યા હતા. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ રશિયન હુમલો રવિવારે મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવ્યો છે. યુક્રેને રવિવારે રશિયાની રાજધાની પર 34 ડ્રોન વડે હુમલો કર્યો હતો.

Latest Stories