ભાગલા બાદ પહેલી વાર પાકિસ્તાનમાં સંસ્કૃતનો નવો પ્રયોગ, લાહોરથી શરૂઆત

નવી દિલ્હી : ભારત–પાકિસ્તાન ભાગલા બાદ પહેલી વખત પાકિસ્તાનની કોલેજોમાં સંસ્કૃત ભાષા ભણાવવાની અનોખી પહેલ શરૂ થઈ છે.

New Update
pakistan

નવી દિલ્હી : ભારત–પાકિસ્તાન ભાગલા બાદ પહેલી વખત પાકિસ્તાનની કોલેજોમાં સંસ્કૃત ભાષા ભણાવવાની અનોખી પહેલ શરૂ થઈ છે.

લાહોરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં હવે સંસ્કૃતના શ્લોક ગુંજવા લાગ્યા છે. વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાની સાથે દર્શન, સાહિત્ય અને પ્રાચીન આધ્યાત્મિક પરંપરાઓનું જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. આ પહેલને શિક્ષણ ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ભાગલા બાદ પાકિસ્તાનમાં પ્રથમ વખત સત્તાવાર રીતે સંસ્કૃતના અભ્યાસને સ્થાન મળ્યું છે.
પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાઇન્સ (LUMS)ના ગુરમાની સેન્ટરના ડાયરેક્ટર ડૉ. અલી ઉસ્માન કાસમી અને ફોર્મન ક્રિશ્ચિયન કોલેજના સોશિયોલોજીના પ્રોફેસર શાહિદ રશીદે મળીને આ પહેલ શરૂ કરી છે. શરૂઆતમાં ત્રણ મહિના સુધી વીકએન્ડ વર્કશોપના સ્વરૂપે સંસ્કૃત શીખવવામાં આવી હતી, જેને વિદ્યાર્થીઓ અને અકાદમિક વર્તુળોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતા બાદ હવે સંસ્કૃતને નિયમિત અભ્યાસક્રમ તરીકે ભણાવવાનો સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રોફેસર શાહિદ રશીદે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, લોકો ઘણી વખત પૂછે છે કે હું સંસ્કૃત કેમ શીખી રહ્યો છું. તેમના જવાબ મુજબ, “અપણે સંસ્કૃત કેમ ન શીખવી જોઈએ? સંસ્કૃત કોઈ એક પ્રાંત કે એક સમુદાયની ભાષા નથી, પરંતુ સમગ્ર ઉપખંડને જોડનારી ભાષા છે. સંસ્કૃત પાકિસ્તાનની પણ ભાષા છે અને તેને માત્ર ભારત સુધી સીમિત રાખવી યોગ્ય નથી.” તેમના મતે સંસ્કૃતનો અભ્યાસ ઉપખંડની સંયુક્ત સંસ્કૃતિને સમજવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
આ પહેલને આગળ વધારતા હવે પાકિસ્તાનની કોલેજોમાં મહાભારત અને ભગવદ્ગીતાના પાઠ પર આધારિત નવા કોર્સ શરૂ કરવાની તૈયારી પણ ચાલી રહી છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય દર્શન, નૈતિક મૂલ્યો અને પ્રાચીન સાહિત્ય સાથે પરિચિત કરાવવાનો ઉદ્દેશ છે. શૈક્ષણિક નિષ્ણાતો માને છે કે આ પ્રકારની પહેલ માત્ર ભાષા અભ્યાસ સુધી સીમિત નહીં રહે, પરંતુ ભારત–પાકિસ્તાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને નવી દિશા આપી શકે છે અને બંને દેશોના યુવાનોમાં સંવાદ અને સમજણ વધારવામાં મદદરૂપ બની શકે છે.

Latest Stories