Connect Gujarat
દુનિયા

Russia Ukraine War: યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનો આદેશ, યુક્રેનમાં બે દિવસ યુદ્ધવિરામની જાહેરાત

Russia Ukraine War: યુદ્ધ વચ્ચે વ્લાદિમીર પુતિનનો આદેશ, યુક્રેનમાં બે દિવસ યુદ્ધવિરામની જાહેરાત
X

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બે દિવસ માટે યુદ્ધવિરામનો આદેશ આપ્યો છે. એટલે કે ગુરુવાર (6 જાન્યુઆરી) અને શુક્રવારે (7 જાન્યુઆરી)એ યુદ્ધવિરામ રહેશે.

ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, ઓર્થોડોક્સ ક્રિસમસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પુતિને આ નિર્ણય આધ્યાત્મિક નેતા પેટ્રિઆર્ક કિરીલની વિનંતી પર લીધો છે. આ યુદ્ધવિરામ યુક્રેનમાં 6 જાન્યુઆરીની બપોરથી 7 જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધી 36 કલાક સુધી ચાલશે. સાથે જ યુક્રેને તેને દંભ ગણાવ્યો છે અને કહ્યું છે કે આ માત્ર દંભ છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીના સલાહકાર મિખાઈલો પોડોલ્યાકે ટ્વીટ કર્યું, "સૌથી પ્રથમ, યુક્રેને કોઈ વિદેશી જમીન પર હુમલો કર્યો નથી અથવા નાગરિકોને માર્યા નથી. અમારી સેનાએ માત્ર સૈનિકોને માર્યા છે. રશિયાએ પહેલા આપણી કબજે કરેલી જમીન છોડી દેવી જોઈએ. આ હિપોક્રસી તમારી પાસે રાખો.”

Next Story