Connect Gujarat
દુનિયા

શેર બહાદુર દેઉબા બનશે નેપાળનાં નવા પ્રધાનમંત્રી

શેર બહાદુર દેઉબા બનશે નેપાળનાં નવા પ્રધાનમંત્રી
X

નેપાળને પોતાના નવા પ્રધાનમંત્રી મળી ગયા છે.એક વાર ફરીથી નેપાળી કોંગ્રેસના શેર બહાદુર દેઉબા દેશના પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે. પાર્ટી દ્વારા કરાયેલ મિટિંગમાં તેમના નામ ઉપર મહોર લગાવી દેવામાં આવી છે.હવે નેપાળની ચૂંટણીનું પરિણામ તો કેટલાય દિવસ પહેલા જાહેર થઈ ગયું હતું. જેમાં નેપાળી કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી.પરંતુ પીએમ પદના ઉમેદવાર ઘણા હતા એટલે કોઈ એક નામ ઉપર સહમતી બનાવવી મુશ્કેલ હતી.

રેસમાં શેર બહાદુર દેઉબા ચોક્કસ આગળ ચાલી રહ્યા હતા,પરંતુ બીજા કેટલાક નેતાઓની ઉમેદવારીનાં કારણે પ્રક્રિયા લાંબી ખેંચાઇ રહી હતી. આ કારણથી રાષ્ટ્રપતિએ 7 દિવસનુ અલ્ટિમેટમ આપ્યું હતું. હવે નેપાળી કોંગ્રેસે શેર બહાદુર દેઉબાના નામ ઉપર સહમતી બનાવી લીધી છે, હવે એમને માત્ર સરકાર બનાવવાનો દાવો જ રજૂ કરવાનો છે.

આ ચૂંટણીમાં નેપાળી કોંગ્રેસે 275 માંથી 89 સીટ જીતી છે, CPN-UMLના ખાતામાં 78 સીટો ગઈ છે અને CPN-Maoistને 32 સીટોથી જ સંતોષ માનવો પડ્યો છે. પહેલી વાર ચૂંટણી લડી રહેલી રાષ્ટ્રીય સ્વતંત્રતા પાર્ટીએ પણ 20 સીટો પોતાના નામે કરી છે. જનતા સમાજવાદી પાર્ટીના ખાતામાં 12 અને જનમત પાર્ટીના ખાતામાં 6 સીટો ગઈ છે.

Next Story