દક્ષિણ કોરિયા: લિથિયમ બેટરી પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 22ના મોત

દક્ષિણ કોરિયાથી લિથિયમ બેટરી પ્લાન્ટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો લાપતા છે.

New Update
aag.png

દક્ષિણ કોરિયાથી લિથિયમ બેટરી પ્લાન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા છે અને અન્ય પાંચ લોકો લાપતા છે.

સ્થાનિક ફાયર અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ આગ સવારે 10.30 વાગે લાગી હતી. જોકે હવે આ આગ ઓલવાઈ ગઈ છે. સિયોલની દક્ષિણે આવેલા હવાસેઓંગમાં બેટરી નિર્માતા એરિસેલ દ્વારા સંચાલિત ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. સ્થાનિક ફાયર અધિકારી કિમ જિન-યંગે જણાવ્યું હતું કે લગભગ 35,000 યુનિટ ધરાવતા વેરહાઉસની અંદર બેટરી સેલ વિસ્ફોટ થયા બાદ આગ શરૂ થઈ હતી.

 

Latest Stories