Connect Gujarat
દુનિયા

જાપાનના Hokkaido ટાપુના પૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી

જાપાનના Hokkaido ટાપુના પૂર્વ ભાગમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા, ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી
X

જાપાનમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. Hokkaido ટાપુના પૂર્વ ભાગમાં શનિવારે (25 ફેબ્રુઆરી) સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.1 માપવામાં આવી છે. યુએસજીસીના અધિકારીઓએ આ માહિતી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે સુનામીની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

જાપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપ સ્થાનિક સમય અનુસાર રાત્રે 10:27 કલાકે આવ્યો હતો. આ પહેલા 20 ફેબ્રુઆરીએ જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે તેની તીવ્રતા આજે એટલે કે શનિવાર (25 ફેબ્રુઆરી) કરતાં ઓછી હતી. તે દરમિયાન ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી.

Next Story