New Update
/connect-gujarat/media/post_banners/c185f27a9e3d8f72340bdb53bf24d6d32b3c037a13b3e5168e2b5ba31e63ae3f.webp)
રવિવારે પોર્ટ સુદાન એરપોર્ટ પર સિવિલ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં સેનાના ચાર જવાનો સહિત નવ લોકોનાં મોત થયા હતા. સેનાએ જણાવ્યું કે વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં એક બાળકીનો જીવ બચી ગયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર 2021માં, સુદાનની રાજધાની ખાર્તુમમાં લશ્કરી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર લેફ્ટનન્ટ કર્નલ સહિત ત્રણ અધિકારીઓનાં મોત થયા હતા.વડાપ્રધાન કાર્યાલય તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાન બુધવારે અલ-શેગીલાબ નજીક ક્રેશ થયું હતું. જેમાં ત્રણ અધિકારીઓનાં મોત થયા છે.
Latest Stories