સુપર ટાયફૂન રાગાસાએ તાઇવાનમાં તબાહી મચાવી, 14 લોકોના મોત

વાવાઝોડું ચીનના ગુઆંગડોંગ પ્રાંત સુધી પહોંચશે. જેને લઇને લાખો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

New Update
ragasa

તાઇવાનથી હોંગકોંગ અને ચીન સુધી વાવાઝોડા રાગાસાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તેમ તેમ વિનાશ જોવા મળી રહ્યો છે.

વાવાઝોડું ચીનના ગુઆંગડોંગ પ્રાંત સુધી પહોંચશે. જેને લઇને લાખો લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.

તાઇવાનથી હોંગકોંગ અને ચીન સુધી, વાવાઝોડા રાગાસાનો પ્રકોપ અનુભવાઇ રહ્યો છે. વિનાશના ચિત્રો સામે આવી રહ્યા છે. હોંગકોંગ ભારે પવન અને મુશળધાર વરસાદથી તબાહી ઝેલી રહ્યુ છે. અત્યાર સુધીમાં, તાઇવાનમાં 14 લોકોનાં મોત થયા છે અને 124 ઘાયલ થયા છે. દરમિયાન, ચીનમાં, સાવચેતી રૂપે લાખો લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વાવાઝોડું એટલું ભયંકર છે કે તે 205 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.

તાઇવાન અને હોંગકોંગ પછી, ટાયફૂન રાગાસા હવે દક્ષિણ ચીનમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. પર્લ નદીના ડેલ્ટામાં વાવાઝોડાની તબાહી જોવા મળી હતી. વાવાઝોડાને કારણે તાઇવાનમાં 14 લોકો માર્યા ગયા છે. 124 ગુમ થયા છે. 18 ઘાયલ લોકો થયા છે અને મોટી સંખ્યામાં લોકો ફસાયા છે. ફિલિપાઇન્સમાં ત્રણ લોકોના મોત થયા છે. હોંગકોંગમાં, અત્યાર સુધીમાં 13 લોકો ઘાયલ થયા છે.

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રએ જણાવ્યું હતું કે 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાના પવન સાથે 25 થી 45 સેમી વરસાદ પડી શકે છે. મોજા 7 મીટર સુધી પહોંચી શકે છે. અત્યાર સુધીમાં, સમગ્ર પ્રાંતમાં 3,71,000થી વધુ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. આ વાવાઝોડું આર્થિક પાવરહાઉસ ગણાતા ગુઆંગડોંગ પ્રાંત સુધી પહોંચવાની ધારણા હતી. એવો અંદાજ હતો કે, આ વાવાઝોડું પશ્ચિમ ગુઆંગડોંગમાં તૈશાન અને શુવેન કાઉન્ટી વચ્ચે લેન્ડફોલ કરી શકે છે.

Latest Stories