તાઈવાનમાં એક શિક્ષકને છ છોકરીઓ પર બળાત્કાર કરવા બદલ 28 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. તાઈપેઈ ટાઈમ્સ અનુસાર, 30 વર્ષીય કિન્ડરગાર્ટન શિક્ષક માઓ ચુન શેનને છ છોકરીઓ પર બળાત્કારના 11, શોષણના 207 અને અશ્લીલ ફોટા અને વીડિયો બનાવવાના 6 કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
તાઈપેઈ કોર્ટે કહ્યું કે માઓને કુલ 224 ગુનાઓમાં દોષી ઠેરવવામાં આવ્યો છે, જેમાં કાયદા અનુસાર તેની કુલ સજા 1252 વર્ષ અને 6 મહિના હશે. જોકે, તેને 28 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. માઓ હજુ પણ આની સામે અપીલ કરી શકે છે.માઓ પર હજુ પણ ઘણા આરોપો છે, જેની તપાસ ચાલી રહી છે. માઓના ગુનાની સંપૂર્ણ વિગતો ત્યારે સામે આવી જ્યારે પીડિત બાળકોના પરિવારજનોએ તેનો ફોન જપ્ત કરવાની માંગ કરી. તેના ફોનમાં બાળકોના 600થી વધુ અશ્લીલ વીડિયો અને તસવીરો હતી. પુરાવા સામે આવ્યા બાદ ગયા મહિને જુલાઈમાં તાઈપેઈના મેયર ચિયાંગ વાન-એ પણ જાહેરમાં માફી માગી હતી.