/connect-gujarat/media/media_files/2025/11/27/trump-2025-11-27-16-09-36.jpg)
અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસની બહાર બુધવારે થયેલી ગોળીબારની ઘટનાએ સમગ્ર દેશમાં આફરણ સર્જી દીધું છે.
એક શૂટરે ત્યાં તૈનાત બે નેશનલ ગાર્ડના સભ્યોને ઘાયલ કર્યા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સુરક્ષા દળોએ જવાબમાં હુમલાખોરને પણ ઘાયલ કરીને કસ્ટડીમાં લીધો છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલાખોરને 'જાનવર' ગણાવતા આ ઘટના આતંકી હુમલો હોવાનું જાહેર કર્યું છે. શૂટરની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લખનવાલ તરીકે થઈ છે, જે અફઘાન મૂળનો છે અને 2021માં અમેરિકા આવ્યો હતો. FBI આ મામલાની તપાસ આતંકવાદી એંગલથી કરી રહી છે.
ડીસી મે યર મ્યુરિલ બાઉઝરે જણાવ્યું કે આ હુમલો નિશાન બનાવીને (ટાર્ગેટેડ એટેક) કરવામાં આવ્યો હતો. આરોપી વ્હાઇટ હાઉસ સામે ટહેલી રહ્યો હતો અને અચાનક હેન્ડગન કાઢી ફાયરિંગ શરૂ કર્યું હતું. ઘાયલ નેશનલ ગાર્ડના સભ્યોની હાલત ગંભીર છે અને તેઓ જીવન-મરણ વચ્ચે છે. એફબીઆઈના વડા કાશ પટેલે ઘટનાસ્થળે જઈ તપાસ હાથ ધરી છે અને કહ્યુ છે કે કેસની તપાસ ચાલુ છે, જેમાં હુમલાખોરના હેતુ અને અન્ય સંભવિત સહયોગીઓ અંગે તપાસ કરવામાં આવશે.
આ ઘટના બાદ ટ્રમ્પે ગુસ્સો વ્યક્ત કરતાં બાઈડન સરકારને આ હુમલાના કારણના રૂપમાં આક્ષેપિત કર્યું છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, "આ શંકાસ્પદ હુમલાખોરને 2021માં બાઈડન સરકારે અફઘાનિસ્તાનમાંથી લાવી, જે એક નર્ક જેવી સ્થિતિ ધરાવતું હતું." ટ્રમ્પે આગ્રહ કર્યો કે અમેરિકા ખાતે આવેલા તમામ અફઘાન નાગરિકોની સલામતી અને ઇમિગ્રેશન અરજી પર ફરીથી તપાસ થવી જોઈએ.
મેટ્રોપોલિટન પોલીસ વિભાગના સહાયક પ્રમુખ જેફરી કેરોલે જણાવ્યું કે હુમલો 'અચાનક અને એકલો' હતો, જેમાં શૂટરે નિશ્ચિત રીતે નેશનલ ગાર્ડ પર ફાયરિંગ કર્યું. આ હુમલાને પગલે અમેરિકાના નાગરિકતા અને ઇમિગ્રેશન સેવા વિભાગ (USCIS)એ તમામ અફઘાન નાગરિકોની ઇમિગ્રેશન અરજીઓ તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે.