થાઈલેન્ડમાં સજાતીય લગ્નને કાયદેસર માન્યતા, એશિયાનો ત્રીજો દેશ બન્યો

થાઈલેન્ડમાં સજાતીય લગ્નને હવે કાયદેસર માન્યતા આપવામાં આવી છે. મંગળવારે થાઈ સંસદમાં સજાતીય લગ્ન અંગેના બિલ પર મતદાન થયું હતું. બિલ પર વોટિંગ દરમિયાન સેનેટમાં 152 સભ્યો હાજર હતા,

Thailand becomes the third country in Asia to legalize same-sex marriage
New Update

થાઈલેન્ડમાં સજાતીય લગ્નને હવે કાયદેસર માન્યતા આપવામાં આવી છે. મંગળવારે થાઈ સંસદમાં સજાતીય લગ્ન અંગેના બિલ પર મતદાન થયું હતું. બિલ પર વોટિંગ દરમિયાન સેનેટમાં 152 સભ્યો હાજર હતા, જેમાંથી 130 સભ્યોએ બિલની તરફેણમાં જ્યારે ચાર સભ્યોએ તેની વિરુદ્ધમાં વોટિંગ કર્યું હતું.સેનેટના 18 સભ્યોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. આ સાથે થાઈલેન્ડ આવો કાયદો લાગુ કરનાર દક્ષિણ-પૂર્વ એશિયાનો પ્રથમ દેશ બની ગયો છે.

આ બિલને હવે થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્નની ઔપચારિક મંજૂરીની જરૂર છે, ત્યારબાદ તેને રાજપત્રમાં પ્રકાશિત કરાશે. અને 120 દિવસની અંદર એક તારીખ નક્કી કરશે જ્યારે બિલ કાયદા તરીકે અમલમાં આવશે. તાઈવાન અને નેપાળ પછી થાઈલેન્ડ સજાતીય લગ્નને મંજૂરી આપનારો એશિયાનો ત્રીજો દેશ બનશે.

#સજાતીય લગ્ન #થાઈલેન્ડ #મતદાન #કાયદેસર માન્યતા
Here are a few more articles:
Read the Next Article