થાઈલેન્ડ: ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ફાયરિંગ, 22 બાળક સહિત 34 લોકોનાં મોત

ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામરાબે ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલાં તેણે તેની પત્ની અને પુત્રની પણ હત્યા કરી હતી.

થાઈલેન્ડ: ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ફાયરિંગ, 22 બાળક સહિત 34 લોકોનાં મોત
New Update

ગુરુવારે થાઈલેન્ડમાં એક હુમલાખોરે એક ચાઈલ્ડ કેર સેન્ટરમાં અંધાધુધ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં 22 બાળક સહિત 34 લોકોનાં મોત થયાં છે. આ ફાયરિંગની ઘટના ઉત્તરીય પ્રાંતના નોંગબુઆ લામ્ફુમાં બની હતી. અહેવાલો અનુસાર, હુમલાખોર પૂર્વ પોલીસ અધિકારી પન્યા કામરાબ (34) હતો. ડ્રગના કેસમાં તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.ચાઈલ્ડ કેર સેન્ટરમાં કામરાબે ફાયરિંગ કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. તે પહેલાં તેણે તેની પત્ની અને પુત્રની પણ હત્યા કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરે પહેલા ચાઈલ્ડ કેર સેન્ટરના સ્ટાફના 5 લોકોને માર્યા હતા, જેમાં 8 માસની ગર્ભવતી શિક્ષિકાનો પણ સમાવેશ થાય છે. જ્યારે ફાયરિંગ શરૂ થયું ત્યારે લોકોને લાગ્યું કે ક્યાંક ફટાકડા ફૂટી રહ્યા છે. આરોપીનું નામ પોલીસ લેફ્ટનન્ટ પન્યા ખામરાબ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હત્યા કરાયેલા પૂર્વ પોલીસ અધિકારીની ઉંમર 34 વર્ષની છે. તે નજીકના પોલીસ સ્ટેશનમાં જ તહેનાત હતો. કહેવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા જ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, તે ચાઈલ્ડ કેર સેન્ટરમાં ફાયરિંગ કર્યા બાદ ઘરે ગયો હતો. જ્યાં તેણે પત્ની અને તેના પુત્રની ગોળી મારીને હત્યા કરી હતી. ચાઈલ્ડ કેર સેન્ટરમાં જ્યારે આરોપીએ ફાયરિંગ કર્યું હતું ત્યારે બાળકો સૂઈ રહ્યા હતા.

#Connect Gujarat #Thailand #થાઈલેન્ડ #ફાયરિંગ #child care center #child care center Thailand #ચાઈલ્ડ કેર સેન્ટર #Thailand Firing #Thailand Firing News #Child care Center Firing
Here are a few more articles:
Read the Next Article