સુદાનમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દેશ પર નિયંત્રણ મેળવવા માટે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ અટકી રહ્યો નથી. આવી સ્થિતિમાં સુદાનના સામાન્ય લોકો ગૃહયુદ્ધની આગમાં સળગી રહ્યા છે. દરમિયાન રાજધાની ખાર્તુમમાં રવિવારે થયેલા ડ્રોન હુમલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો. ખાર્તુમના એક બજાર પર થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા હતા. આ સાથે આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન હુમલાને કારણે 36થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે બશીર યુનિવર્સિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર રવિવારના ડ્રોન હુમલા પાછળ કોણ જવાબદાર છે તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ આ હવાઈ હુમલા બાદ વિસ્તારમાં ભયનો માહોલ છે. નોંધનીય છે કે સુદાનમાં 5 એપ્રિલથી શરૂ થયેલા ગૃહયુદ્ધ બાદ નાગરિકોના મોતનો આ સૌથી મોટો આંકડો છે.
સુદાનમાં હવાઈ હુમલા અટકવાનું નામ જ નથી લઈ રહ્યા, ખાર્તુમમાં હવાઈ હુમલથી 40 લોકોના મોત, અનેક લોકો ઘાયલ..!
સુદાનમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દેશ પર નિયંત્રણ મેળવવા માટે સુદાનની સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે લોહિયાળ સંઘર્ષ અટકી રહ્યો નથી.
New Update
Latest Stories