કેરેબિયન દેશોમાં ભૂકંપના આંચકાથી ધરતી ફરી એકવાર ધ્રુજી, તીવ્રતા રિક્ટર સ્કેલ 7.6 માપવામાં આવી

ભૂકંપના આંચકાથી ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. આ વખતે કેરેબિયન દેશોમાં ભૂકંપ આવ્યો છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એસોસિએશન અને યુનાઇટેડ સ્ટેટ્સ

New Update
cerebiyan

ભૂકંપના આંચકાથી ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે. આ વખતે કેરેબિયન દેશોમાં ભૂકંપ આવ્યો છે. નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એસોસિએશન અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ ભૂકંપની પુષ્ટિ કરી અને જણાવ્યું કે ભૂકંપ કેમેન ટાપુઓના દક્ષિણપશ્ચિમમાં કેરેબિયન સમુદ્રમાં આવ્યો, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.6 હતી. કેરેબિયન સમુદ્રના કિનારે આવેલા દેશો હૈતી, મેક્સિકો, ક્યુબા, હોન્ડુરાસ, બેલીઝમાં ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે ત્યાં રહેતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો. 

નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશન અનુસાર, આટલી તીવ્રતાના ભૂકંપને કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. હૈતી, બેલીઝ અને બહામાસમાં સુનામીનું જોખમ હજુ પણ છે, જ્યારે પ્યુઅર્ટો રિકો અને વર્જિન ટાપુઓ માટે ફરીથી ભૂકંપની ચેતવણી જારી કરવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રીય સુનામી ચેતવણી કેન્દ્રનું કહેવું છે કે સુનામીની કોઈ શક્યતા નથી, પરંતુ લોકોએ સતર્ક રહેવું પડશે.