New Update
બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના દેખાવો પછી પૂર્વ પીએમ શેખ હસીના સત્તામાંથી હટ્યા બાદ 8 ઓગસ્ટે વચગાળાની સરકારની રચના થઈ.
બાંગ્લાદેશની નવયુક્ત યુનુસ સરકારને રવિવારે એક મહિનો પૂરો થશે. હસીનાના નેતૃત્વવાળી અવામી લીગ સરકાર વિરૂદ્ધ મોટાપાટે બળવો અને અશાંતિ બાદ નવી રચાયેલી વચગાળાની સરકારે એક મહિનાની અંદર દેશની સમગ્ર ટોચની મશીનરીને બદલી નાખી છે.
દરમિયાન, યુનુસ સરકારના કટ્ટરપંથી સમર્થક જમાત-એ-ઇસ્લામ પાર્ટીએ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલ બાંગ્લાદેશના રાષ્ટ્રગીતને બદલવાની માગ કરી છે. 4 સપ્ટેમ્બરના રોજ જમાત-એ-ઈસ્લામના પૂર્વ વડા ગુલામ આઝમના પુત્ર અબ્દુલ્લા અમાન આઝમીએ ‘આઈનાઘર’માં તેની 8 વર્ષના કારાવાસની ભયાનકતાને દર્શાવતાં બાંગ્લાદેશના રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ અને બંધારણને બદલવા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
Latest Stories