New Update
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતીય મૂળની કમલા હેરિસ વચ્ચે બુધવારે (11 સપ્ટેમ્બર) પ્રેસિડેન્શિયલ ડિબેટ થઈ. બંનેએ 90 મિનિટ સુધી દલીલો કરી. ચર્ચા શરૂ થાય તે પહેલા કમલા ટ્રમ્પના પોડિયમ પર પહોંચી અને તેમની સાથે હાથ મિલાવ્યો.ચર્ચા દરમિયાન ટ્રમ્પે કહ્યું કે જો કમલા રાષ્ટ્રપતિ બનશે તો ઈઝરાયલ 2 વર્ષમાં બરબાદ થઈ જશે.
આના પર કમલાએ કહ્યું કે જો તમે રાષ્ટ્રપતિ હોત તો પુતિન કિવમાં બેસીને તમને લંચમાં ખાતા હોત.ડિબેટમાં કમલાએ 37 મિનિટ 36 સેકન્ડ જ્યારે ટ્રમ્પે 42 મિનિટ 52 સેકન્ડ સુધી દલીલો કરી હતી. ચર્ચા પૂરી થયા બાદ બંને હાથ મિલાવ્યા વગર પરત ફર્યા હતા. 4 અમેરિકન મીડિયા હાઉસ (ન્યૂયોર્ક ટાઈમ્સ, સીએનએન, વોશિંગ્ટન પોસ્ટ) અને બીબીસી દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કમલાને વિજેતા માનવામાં આવી છે.
Latest Stories