અમેરિકાએ યુક્રેનને રશિયા વિરુદ્ધ તેના હથિયારો ઉપયોગ કરવાની આપી મંજૂરી

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનને રશિયા વિરુદ્ધ તેના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. યુએસ અધિકારીઓએ કહ્યું કે યુક્રેન અમેરિકન ATACMS મિસાઇલનો ઉપયોગ ખાર્કિવને રશિયન સેનાથી બચાવવા માટે કરી શકે છે

America

The US allowed Ukraine to use its weapons against Russia

New Update

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેનને રશિયા વિરુદ્ધ તેના હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. ન્યૂઝ એજન્સી એપી અનુસાર, યુએસ અધિકારીઓએ શુક્રવારે (31 મે) કહ્યું કે યુક્રેન અમેરિકન ATACMS મિસાઇલનો ઉપયોગ ખાર્કિવને રશિયન સેનાથી બચાવવા માટે કરી શકે છે.



અમેરિકી અધિકારીઓએ કહ્યું કે યુક્રેન આ હથિયારોથી સીધો રશિયન સૈન્ય પર હુમલો કરી શકે છે. જો કે, તેનો ઉપયોગ રશિયન સરહદોની અંદર થવો જોઈએ નહીં. રશિયાએ 10 મેથી ખાર્કિવમાં હુમલાઓ તેજ કરી દીધા હતા. આ પછી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ અમેરિકા અને પશ્ચિમી દેશો પાસેથી રશિયા વિરુદ્ધ તેમના દ્વારા આપવામાં આવેલા હથિયારોનો ઉપયોગ કરવાની મંજૂરી માગી હતી.અમેરિકાએ અગાઉ યુક્રેનને રશિયા સામે તેના હથિયારોનો ઉપયોગ કરવાની ના પાડી હતી. અમેરિકાને ડર હતો કે જો તેના હથિયારોનો ઉપયોગ રશિયા સામે થશે તો રશિયા તેને અમેરિકા દ્વારા સીધો હુમલો ગણશે.

#મિસાઇલ #રશિયા-યુક્રેન #અમેરિકા #રાષ્ટ્રપતિ જો બાઈડ
Here are a few more articles:
Read the Next Article