બોત્સ્વાનામાં વિશ્વનો બીજો સૌથી મોટો હીરો મળી આવ્યો છે. BBCના અહેવાલ મુજબ કેનેડિયન ફર્મ લુકારા ડાયમંડની કેરોની ખાણમાંથી 2492 કેરેટનો હીરો મળી આવ્યો છે. 1905માં દક્ષિણ આફ્રિકામાં મળેલા 3106-કેરેટના કુલીનન ડાયમંડ બાદ તે અત્યાર સુધીનો સૌથી મોટો હીરો છે.
કૈરો ખાણ બોત્સ્વાનાની રાજધાની ગેબોરોનથી લગભગ 500 કિમી દૂર છે. અગાઉ 2019માં આ જ ખાણમાંથી 1758 કેરેટનો સેવેલો હીરો મળી આવ્યો હતો. તેને ફ્રેન્ચ ફેશન કંપની લુઈસ વીટન દ્વારા ખરીદવામાં આવી હતી. જોકે તેણે તેની કિંમત જણાવી નથી.અગાઉ 2017માં બોત્સ્વાનાના કૈરો ખાણમાંથી 1111 કેરેટનો લેસેડી લા રોના હીરો મળી આવ્યો હતો, જેને એક બ્રિટિશ જ્વેલરે 444 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. બોત્સ્વાના વિશ્વના સૌથી મોટા હીરા ઉત્પાદકોમાંનું એક છે. વિશ્વના 20% હીરાનું ઉત્પાદન અહીં થાય છે.