ચીનમાં 15 દિવસમાં બીજી વખત તોફાનનો ખતરો,શાંઘાઈમાંથી 10 હજાર લોકોનું સ્થળાંતર

દુનિયા | Featured | સમાચાર, ચીનમાં 15 દિવસમાં બીજી વખત તોફાનનો ખતરો છે. આ વખતે શક્તિશાળી બબિન્કા વાવાઝોડું ત્રાટકવાનું છે. છેલ્લા 75 વર્ષોમાં (1949 થી) શાંઘાઈને ફટકો

New Update
sagvaie

ચીનમાં 15 દિવસમાં બીજી વખત તોફાનનો ખતરો છે. આ વખતે શક્તિશાળી બબિન્કા વાવાઝોડું ત્રાટકવાનું છે. છેલ્લા 75 વર્ષોમાં (1949 થી) શાંઘાઈને ફટકો મારનાર બેબિન્કા સૌથી શક્તિશાળી ટાયફૂન હોઈ શકે છે. હાલમાં તે શાંઘાઈથી 400 કિમી દૂર ઈસ્ટ ચાઈના સીમાં હાજર છે.

તોફાનના કારણે પવનની ઝડપ 144 કિમી/કલાકની છે, જે રવિવારે મોડી રાત્રે 155 કિમી/કલાક સુધી પહોંચી શકે છે. તેને શક્તિશાળી વાવાઝોડાની શ્રેણી 1માં મૂકવામાં આવ્યું છે. તોફાનનો સામનો કરવાની તૈયારીઓને કારણે ચીને સેંકડો ફ્લાઇટ્સ રદ કરી છે. આ વાવાઝોડું સોમવારે મોડી રાત્રે શાંઘાઈના તટ પર ટકરાશે.શાંઘાઈમાંથી અત્યાર સુધીમાં લગભગ 10 હજાર લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. બાબિન્કા વાવાઝોડાને કારણે 254 મીમી વરસાદ પડી શકે છે.

Latest Stories