બ્રાઝિલમાં તોફાની ટોર્નેડોનો ત્રાસ, 6ના મોત અને 750 લોકો ઘાયલ

બ્રાઝિલના પરાના રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાએ (ટોર્નેડો) શુક્રવારે રાત્રે વિનાશ મચાવ્યો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે અને 750થી વધુ લોકો ઘાયલ થયા છે.

New Update
brazil

બ્રાઝિલના પરાના રાજ્યમાં આવેલા ભયાનક વાવાઝોડાએ (ટોર્નેડો) શુક્રવારે રાત્રે વિનાશ મચાવ્યો.

સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે આ કુદરતી આપત્તિમાં ઓછામાં ઓછા છ લોકોનાં મોત થયા છે અને 750થી વધુ લોકો ઘાયલ થયા છે. આ વિનાશક વાવાઝોડાએ રિયો બોનિટો ડૂ ઇગુઆકુ નામના 14,000ની વસ્તી ધરાવતા નાના શહેરને લગભગ સંપૂર્ણપણે નષ્ટ કરી નાખ્યું છે. અહેવાલો અનુસાર, વાવાઝોડા દરમિયાન પવનની ગતિ 250 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ, વાહનો ઉડીને દૂર ફેંકાઈ ગયા અને વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા.

આ તોફાન માત્ર થોડા જ મિનિટો ચાલ્યું, પરંતુ તેના વિનાશકારી પ્રભાવ એટલા ભયાનક હતા કે સમગ્ર શહેર કાટમાળમાં ફેરાઈ ગયું. હવાઈ તસવીરોમાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધરાશાયી ઇમારતો, ઉખડેલી છતો અને તૂટી પડેલા માળખાં જોવા મળ્યાં છે. નાગરિક સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું છે કે શહેરનો લગભગ 90 ટકા ભાગ કોઈને કોઈ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે. સ્થાનિક સરકારે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી છે અને બચાવ દળો જીવિત બચેલા લોકોને શોધવા માટે રાતદિવસ મહેનત કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફેલાયેલા વિડિઓઝમાં લોકોના ઘરો તૂટી પડતા, રસ્તાઓ પર પડેલા વીજ તાર અને ફંગોળાઈ ગયેલી ગાડીઓના દૃશ્યો સામે આવ્યા છે. બચાવ ટીમોએ અનેક લોકોને કાટમાળમાંથી જીવિત બહાર કાઢ્યા છે, જ્યારે ઘાયલ લોકોને નજીકના હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પરાના રાજ્ય સરકારે તાત્કાલિક રાહત ફંડની જાહેરાત કરી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરાક, પાણી અને આરોગ્ય સેવાઓ પહોંચાડવાની કામગીરી શરૂ કરી છે.

વાતાવરણ વિભાગે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ વિસ્તાર આસપાસ ભારે પવન અને વરસાદ ચાલુ રહી શકે છે. તંત્ર દ્વારા નાગરિકોને સલામત સ્થળે ખસવાની સલાહ આપવામાં આવી છે. આ દુર્ઘટનાએ સમગ્ર બ્રાઝિલને હચમચાવી દીધું છે, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં આ પ્રકારના શક્તિશાળી ટોર્નેડાની ઘટના બહુ ઓછી જોવા મળી છે.

Latest Stories