/connect-gujarat/media/media_files/2025/11/28/xj-2025-11-28-16-10-26.jpg)
સંયુક્ત આરબ અમીરાતે પાકિસ્તાની નાગરિકો માટે સામાન્ય વિઝા જારી કરવાનું અનૌપારિક રીતે રોકી દીધું છે.પાકિસ્તાનના એડિશનલ હોમ સેક્રેટરી સલમાન ચૌધરીએ ગુરુવારે સેનેટને આ વાતની જાણકારી આપતા ત્યાં હોહા મચી ગઈ હતી.
તેમણે જણાવ્યું હતું કે યુએઈ અને સાઉદી અરેબિયા બંને અત્યાર સુધી પાકિસ્તાન પર અનૌપચારિક પ્રતિબંધ લગાવવાથી બચતા આવ્યા હતા, કેમકે એક વખત ઔપચારિક પ્રતિબંધ લાગ્યા પછી તેને હટાવવો અત્યંત મુશ્કેલ હોય છે.
યુએઈમાં રહેતા પાકિસ્તાનીઓ ગુનાખોરીમાં મોટાપાયા પર રોકાયેલા હોવાનું જણાઈ આવ્યું છે અને આ સિવાય તે ટુરિસ્ટ અને વિઝિટર વિઝાનો દૂરુપયોગ કરતાં હોવાનું જણાયું છે. તેમા પણ આ વિઝા પર આવીને યુએઈમાં ગુનાખોરી કરતાં હોવાનું બહાર આવતા યુએઈએ કંટાળીને આ નિર્ણય લેવો પડયો છે.