ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાનની મુલાકાત પૂર્વે યુએન દ્વારા ભારતની પ્રશંસા

યુએનમાં ભારતના યોગદાન અંગે સ્ટેફન ડુજારિકે કહ્યું, ભારત યુએનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. તે બહુપક્ષીયતાનો મહત્વપૂર્ણ સમર્થક છે. યુએન સેક્રેટરી જનરલના ભારત સરકાર સાથે સારા સંબંધો છે.

New Update
UN

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરવાના છે. તે પૂર્વે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તા સ્ટીફન ડુજારિકે ભારતની પ્રશંસા કરી છે.

તેમણે ભારતને યુએનનો એક મહત્વપૂર્ણ ભાગ ગણાવ્યો છે. તેમજ કહ્યું છે યુએન મહાસચિવ સિક્યોરીટી કાઉન્સિલમાં બદલાવનું સમર્થન કરે છે. જેના લીધે વર્ષ 2025માં દુનિયાને સારી રીતે પ્રતિબંબીત કરી શકાય.

આ ઉપરાંત ભારત લાંબા સમયથી યુએનમાં કાયમી સભ્યપદ માટે કવાયત કરી રહ્યું છે. ત્યારે સ્ટેફન ડુજારિકે કહ્યું, યુએન સેક્રેટરી જનરલ સુરક્ષા પરિષદમાં ફેરફારોને સમર્થન આપે છે.

જેથી વર્ષ 1945 ને બદલે 2025 ની દુનિયાને વધુ સારી રીતે પ્રતિબિંબિત કરી શકાય તેમણે આ સંગઠનને વધુ અસરકારક બનાવવા માટે વર્ષનો મુખ્ય મુદ્દો ગણાવ્યો. જોકે, કાયમી યુએન સભ્યપદ અંગે ડુજારિકે કહ્યું કે આ અંગે સભ્ય દેશો નિર્ણય લેશે.

સ્ટેફન ડુજારિકે કહ્યું કે સુરક્ષા પરિષદના બદલાયેલા ફોર્મેટમાં કયા દેશને કાયમી સભ્યપદ મળે છે તે સભ્ય દેશો પર આધાર રાખે છે. યુએનમાં ભારતના યોગદાન અંગે સ્ટેફન ડુજારિકે કહ્યું, ભારત યુએનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે.

તે બહુપક્ષીયતાનો મહત્વપૂર્ણ સમર્થક છે. યુએન સેક્રેટરી જનરલના ભારત સરકાર સાથે સારા સંબંધો છે. તેમજ અનેક ભારતીયો અહીં અમારી સાથે કામ કરે છે. ભારત યુએનમાં એક મહત્વપૂર્ણ અવાજ છે.

Latest Stories