વિશ્વભરમાં હવે ભારતની ગુંજ સંભળાય રહી છે. તેવામાં બંધારણના ઘડવૈયા ડો. બી. આર આંબેડકરની અમેરિકની સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં ભારતીયો હજાર રહ્યા હતા. અને તેઓએ ‘જય ભીમ’ના નારા પણ લગાવ્યા હતા. ડો. આંબેડકરની પ્રતિમાને “સ્ટેચ્યું ઓફ ઇક્વાલીટી” નામ આપવામાં આવ્યું હતું. આ પ્રતિમા વોશિંગ્ટન ડીસીના ઉપનગર મેરિલેંડમાં સ્થાપિત કરવામાં આવી હતી. સ્ટેચ્યું ઓફ ઇક્વાલીટીના અનાવરણ સમયે આખા અમેરિકા અને ભારતથી કેટલાય લોકો મેરિલેંડ હજાર રહ્યા હતા. આમના કેટલાક લોકો તો 10 કલાકનો સફર કરીને અહી આવ્યા હતા. આ ઐતિહાસિક સફર પર લગભગ 500 ભારતીયો હજાર રહ્યા હતા. આ પ્રતિમાનું નિર્માણ પ્રખ્યાત મૂર્તિકાર રામ સુતારે કર્યું હતું, આ જ રામ સુતારે ગુજરાતમાં નર્મદાના કિનારે આવેલા સ્ટેચ્યું ઓફ યુનિટીમાં સરદાર પટેલની પ્રતિમાનું પણ નિર્માણ કર્યું હતું.
અમેરીકામાં કરવામાં આવ્યું ડો. બાબાસાહેબ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ, અનેક ભારતીયો મોટી સંખ્યામાં પહોચ્યા......
બંધારણના ઘડવૈયા ડો. બી. આર આંબેડકરની અમેરિકની સૌથી ઊંચી પ્રતિમાનું રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અનાવરણ કરવામાં આવ્યું હતું.
New Update