નાઈજીરિયામાં ખ્રિસ્તીઓ પર હિંસા, ટ્રમ્પે આપી સૈન્ય કાર્યવાહી કરવાની ચેતવણી

નાઈજીરિયામાં ખ્રિસ્તી સમુદાય પર વધતા હુમલાઓએ દુનિયાભરમાં ચિંતા ફેલાવી છે. તાજેતરમાં બનેલી ભયાનક ઘટનાઓમાં ખ્રિસ્તીઓની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે.

New Update
2583

નાઈજીરિયામાં ખ્રિસ્તી સમુદાય પર વધતા હુમલાઓએ દુનિયાભરમાં ચિંતા ફેલાવી છે. તાજેતરમાં બનેલી ભયાનક ઘટનાઓમાં ખ્રિસ્તીઓની ખુલ્લેઆમ હત્યા કરવામાં આવી છે.

જેમાં અનેક લોકોને પરિવાર સામે જ જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, નાઈજીરિયામાં છેલ્લા કેટલાક મહિનામાં 100થી વધુ ખ્રિસ્તીઓના મોત થયા છે, જ્યારે 2023થી અત્યાર સુધીના આંકડા મુજબ માત્ર બેન્યૂ રાજ્યમાં જ 7,000 જેટલા લોકોની હત્યા થઈ છે, જેમાં મોટાભાગના ખ્રિસ્તી સમુદાયના છે. જૂન મહિનામાં યેલેવાટા વિસ્તારમાં 100થી વધુ લોકોની નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. ખેતમજૂર અને ગ્રામિણ વિસ્તારોમાં રહેતા ખ્રિસ્તીઓ પર પણ હુમલાની અનેક ઘટનાઓ સામે આવી છે. દેશમાં બોકો હરામ જેવા ઇસ્લામિક આતંકી સંગઠનો સક્રિય છે, જે ખ્રિસ્તીઓ સહિત અન્ય આદિવાસી સમુદાયોને નિશાન બનાવી રહ્યા છે.

આ વધતા હુમલાઓ વચ્ચે અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાઈજીરિયામાં ચાલી રહેલી હિંસા પર કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ખ્રિસ્તીઓ પરના હુમલાઓ બંધ નહીં થાય, તો અમેરિકા નાઈજીરિયામાં સૈન્ય કાર્યવાહી કરવા તૈયાર છે. ટ્રમ્પે કહ્યું કે અમેરિકન સૈન્યને બંદુક સાથે તૈયાર રાખવામાં આવશે અને ખ્રિસ્તીઓને નિશાન બનાવનાર ઇસ્લામિક આતંકવાદીઓને નષ્ટ કરી નાખવામાં આવશે. સાથે જ તેમણે નાઈજીરિયાને મળી રહેલી આર્થિક સહાય બંધ કરવાની પણ ધમકી આપી છે.

બીજી તરફ, નાઈજીરિયાની સરકારે ટ્રમ્પના નિવેદન પર પ્રતિસાદ આપતાં જણાવ્યું છે કે તેઓ આતંકવાદ સામે લડવા અને દેશના તમામ નાગરિકોના જીવન તથા અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. નાઈજીરિયાના અધિકારીઓએ સ્વીકાર્યું છે કે બોકો હરામ સહિતના આતંકી સંગઠનો દેશ માટે ગંભીર ખતરો છે. જ્યારે ચીનએ ટ્રમ્પના આ નિવેદનનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે વિદેશી દખલઅંદાજીથી આંતરિક તણાવ વધશે. હાલ આંતરરાષ્ટ્રીય સમુદાય પણ આ મામલે ચિંતિત છે, કારણ કે નાઈજીરિયામાં ધર્મ આધારિત હિંસાનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને નિર્દોષ નાગરિકો તેની ચપેટમાં આવી રહ્યા છે.

Latest Stories