પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત (કેપીકે)માં શુક્રવારે બે જૂથો વચ્ચેની હિંસામાં 18 લોકો માર્યા ગયા, જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા. KPKના બાલિશખેલ, ખાર કાલી, કુંજ અલીઝાઈ અને મકબાલ વિસ્તારોમાં હજુ પણ લડાઈ ચાલુ છે. માર્યા ગયેલા અને ઘાયલ થયેલા મોટા ભાગના શિયા સમુદાયના છે.સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર અહીં મૃત્યુઆંક 30ને વટાવી ગયો છે. આ લડાઈમાં ઘરો અને દુકાનોને પણ નુકસાન થયું છે.
વણસેલી સ્થિતિને કારણે જિલ્લાની તમામ શાળા-કોલેજો શનિવાર સુધી બંધ રાખવામાં આવી હતી.સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં અલીઝાઈ (શિયા) અને બાગાન (સુન્ની) આદિવાસીઓ વચ્ચે અથડામણ થતાં પેસેન્જર વાનના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર, ગુરુવારે કુર્રમ જિલ્લાના મંડૂરી અને ઓછતમાં 50 થી વધુ પેસેન્જર વાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 6 વાનને ભારે નુકસાન થયું હતું. આ તમામ વાહનો એક કાફલામાં પરચિનારથી ખૈબર પખ્તુનખ્વાની રાજધાની પેશાવર જઈ રહ્યા છે.