/connect-gujarat/media/media_files/2025/10/10/maria-corina-machado-2025-10-10-16-09-00.jpg)
વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા મચાડોને લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા અને વેનેઝુએલામાં સરમુખત્યારશાહીથી લોકશાહીમાં શાંતિપૂર્ણ ફેરફાર પ્રાપ્ત કરવાના તેમના અથાક પ્રયાસો બદલ નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
નોબેલ સમિતિએ કહ્યું કે એવા સમયે જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં સરમુખત્યારશાહી વધી રહી છે અને લોકશાહી નબળી પડી રહી છે, ત્યારે મારિયા મચાડો જેવા લોકોની હિંમત આશા આપે છે.
કોણ છે મારિયા કોરિના મચાડો.?
મારિયા કોરિના મચાડો પેરિસ્કા વેનેઝુએલાના રાજકારણી અને ઔદ્યોગિક એન્જિનીયર છે. તે વેનેઝુએલામાં વિરોધ પક્ષના હાલના નેતા પણ છે. મારિયા કોરિના મચાડો પેરિસ્કાનો જન્મ 7 ઓક્ટોબર, 1967 ના રોજ થયો હતો. તેમણે 2011 થી 2014 સુધી વેનેઝુએલાની રાષ્ટ્રીય સભાના ચૂંટાયેલા સભ્ય તરીકે સેવા આપી હતી. 2024 ની ચૂંટણી પહેલાં મચાડો વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હતા. જોકે, સરકારે તેમને ઉમેદવારી કરવા નહોતી દીધી નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા માચાડોએ 2002 માં તેમની રાજકીય કારકિર્દી શરૂ કરી. તેમણે વોટ-મોનિટરિંગ ગ્રુપ સુમાટેની સ્થાપના કરી અને તેના સ્થાપક બન્યા.