Connect Gujarat
દુનિયા

યમને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો:હુતી વિદ્રોહીઓએ મિસાઇલ છોડી

યમને પણ ઇઝરાયલ પર હુમલો કર્યો:હુતી વિદ્રોહીઓએ મિસાઇલ છોડી
X

ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 26મો દિવસ છે. મંગળવારે મોડી રાત્રે આ યુદ્ધમાં મહત્ત્વનો વળાંક આવ્યો. યમનના હુતી બળવાખોરોએ પણ ઇઝરાયલ પર મિસાઈલો છોડી હતી. ઘણા મીડિયા રિપોર્ટ્સમાં ઇઝરાયલી સેનાને ટાંકીને દાવો કર્યો છે કે એક મિસાઈલ અને કેટલાક ડ્રોનને હવામાં તોડી પાડવામાં આવ્યા છે.

'ટાઇમ્સ ઓફ ઇઝરાયલ' અનુસાર, હુતીના પ્રવક્તા યાહ્યાએ સ્વીકાર્યું કે ઇઝરાયલના શહેર ઇલાત પર ડ્રોન, બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી છે. આ હુમલા ગાઝાના લોકોના સમર્થનમાં કરવામાં આવ્યા છે, કારણ કે આરબ દેશો નબળા છે અને તેઓ ગુપ્ત રીતે ઇઝરાયલને સમર્થન આપી રહ્યા છે. હુતી પ્રવક્તાએ વધુમાં કહ્યું- યમનના લોકો ઈચ્છે છે કે અમે ઇઝરાયલ પર હુમલો કરીએ. ભવિષ્યમાં પણ આવા હુમલા થશે. અમે જાણીએ છીએ કે ઇઝરાયલ પાસે મજબૂત એર ડિફેન્સ ડિસ્ટમ છે અને તેમણે હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે, પરંતુ આ હુમલાઓ પણ ટૂંક સમયમાં સફળ થશે.

Next Story