New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/09/unnamed-4-12.jpg)
સૌર ઉર્જા વિવાદ મામલે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ભારત એક કેસ હારી ગયું છે. સૌર ઉર્જા ક્ષેત્રમાં આયાતકારો વચ્ચે ભેદભાવ કરવાના અમેરિકાના આક્ષેપને ભારત ખોટો સાબિત કરવામાં નિષ્ફળ ગયું હતું.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગનાઇઝેશને તેના અગાઉના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સોલર પાવર ડેવલપર્સ માટે ભારતમાં બનેલા સેલ્સ અને મોડ્યુલ્સના ઉપયોગની અનિવાર્ય બનાવીને ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોને તોડ્યા છે. અપીલનો આ આખરી નિર્ણય છે અને હવે ભારતે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમો મુજબ પોતાના નિયમોમાં ફેરફાર કરવો પડશે.
આ અંગે અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ માઇકલ ફ્રોમેને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે આ રિપોર્ટ સૌર સિસ્ટમ બનાવનાર અમેરિકન કંપની અને તેમાં કામ કરતા લોકોની સ્પષ્ટ જીત છે.
Latest Stories