/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/26172947/HAL9Cs5T.jpg)
તાઉતે બાદ હવે યાસ વાવાઝોડાએ ઓરિસ્સા, બંગાળ સહિત છ રાજયોમાં કહેર મચાવવાની શરૂઆત કરી દીધી છે. ઓરિસ્સાના તટ પર બુધવારે સવારે 9 વાગ્યાના અરસામાં વાવાઝોડું જમીન સાથે ટકરાયું હતું. વાવાઝોડાના કારણે દરિયો ગાંડોતુર બની ગયો છે.
યાસ ચક્રવાત બુધવારે સવારે લગભગ 9 વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના તટપ્રદેશ સાથે ટકરાયો હતો. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે પવનોના કારણે કાચા મકાનોના છાપરા ઉડવા લાગ્યા હતાં અને નારિયેળી સહિતના વૃક્ષો ભયજનક રીતે હલવા લાગ્યાં હતાં. દરિયામાં ઉંચા મોજા ઉછળવાના તેમજ વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે.
વાવાઝોડાના કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. યાસને પરિણામે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વળીં, પટના સહિત બિહારના 26 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં કરવામાં આવી છે.
ઓરિસ્સાના ચાંદીપુર અને બાલાસોરના દક્ષિણ 24 પરગાણા જિલ્લામાં ચક્રવાતની સૌથી વધારે અસરો જોવા મળી છે. પશ્ચિમ બંગાળના દીઘા અને મંદાર્માનીની હોટલો અને દુકાનોમાં સમુદ્રના પાણી ભરાઈ ગયા હતા.