ઝઘડીયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓ દ્વારા આજુબાજુના ગામોમાં સીએસઆર હેઠળ ગ્રામજનો ની વિવિધ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાત મુજબ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલીક કંપની દ્વારા રાણીપુરા ગામે સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડવામાં આવી છે.
સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પરથી ગામને જોડતા રોડ પર કંપની દ્વારા ૨૭ વીજપોલ ઉભા કરી રાણીપુરા ગામને ઝળહળતુ કરી રાત્રીના સમયે આવન જાવન કરનારા ગ્રામજનોને સુવિધા પુરી પાડવામાં આવી છે . આ ઉપરાંત વર્ધમાન કંપની દ્વારા રાણીપુરાની જર્જરીત આંગણવાડી નવી બનાવી આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે વર્ધમાન કંપનીના કે વી પટેલ, જીજ્ઞેશ પરમાર, અલ્પેશ પટેલ, પ્રજ્ઞેશ સોલંકી, નિલકંઠ રાજ્યગુરૂ, સંદિપ પટેલ, અભિષેક ઠક્કર, રાણીપુરાના સરપંચ જયંતિ વસાવા, ઉપ સરપંચ પ્રજ્ઞય તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા