ઝઘડિયા: રાણીપુરા ગામથી સરદાર પ્રતિમા રોડ પર સ્ટ્રીટ લાઈટનો ઝગમગાટ, વાંચો કોણે કર્યું સેવાકાર્ય

ઝઘડિયા: રાણીપુરા ગામથી સરદાર પ્રતિમા રોડ પર સ્ટ્રીટ લાઈટનો ઝગમગાટ, વાંચો કોણે કર્યું સેવાકાર્ય
New Update

ઝઘડીયા જીઆઇડીસીની વિવિધ કંપનીઓ દ્વારા આજુબાજુના ગામોમાં સીએસઆર હેઠળ ગ્રામજનો ની‌ વિવિધ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય અને જરૂરિયાત મુજબ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલ વર્ધમાન એક્રેલીક કંપની દ્વારા રાણીપુરા ગામે સ્ટ્રીટ લાઈટની સુવિધા પુરી પાડવામાં આવી છે.

publive-image

સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પરથી ગામને જોડતા રોડ પર કંપની દ્વારા ૨૭ વીજપોલ ઉભા કરી રાણીપુરા ગામને‌ ઝળહળતુ કરી રાત્રીના સમયે આવન જાવન કરનારા ગ્રામજનોને સુવિધા પુરી પાડવામાં આવી છે . આ ઉપરાંત વર્ધમાન કંપની દ્વારા રાણીપુરાની જર્જરીત આંગણવાડી નવી બનાવી આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે વર્ધમાન કંપનીના કે વી પટેલ, જીજ્ઞેશ પરમાર, અલ્પેશ પટેલ, પ્રજ્ઞેશ સોલંકી, નિલકંઠ રાજ્યગુરૂ, સંદિપ પટેલ, અભિષેક ઠક્કર, રાણીપુરાના સરપંચ જયંતિ વસાવા, ઉપ સરપંચ પ્રજ્ઞય તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા

#Bharuch #Connect Gujarat #Street Light #Vardhman Acrylic #Ranipira Village #Vardhman Acrylic Company
Here are a few more articles:
Read the Next Article