/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/09/03195328/maxresdefault-38.jpg)
અંકલેશ્વર શહેરના ચૌટા નાકા વિસ્તાર નજીક આવેલ શ્રી માતૃ સલૂન એન્ડ સ્પાના સંચાલકોને દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પાંચ લાખથી વધારે બીલ ફટકારતાં સંચાલકોની ઊંઘ હરામ થઈ ગઈ છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ડીજીવીસીએલના એકબાદ એક છબરડા સામે આવી રહ્યા છે. વીજ ગ્રાહકોને ઘરે અપાયેલાં બિલ તથા ઓનલાઇન બિલની રકમમાં મોટો તફાવત જોવા મળી રહયો છે.લોકડાઉન બાદ હવે લોકોના ઘરે વીજ બિલ મોકલવામાં આવી રહયાં છે પણ બિલની રકમ જોઇ ગ્રાહકોના હોંશ ઉડી ગયાં છે. શહેરના જીઆઇડીસી વિસ્તારમાં પહેલા પણ એક ગ્રાહકને લાખો રૂપિયાનું તોતિંગ બીલ ફટકારયું હતું. ત્યારે ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો હતો. ડીજીવીસીએલની આ બેદરકારી વધુ એકવાર સામે આવી છે. શહેરના ચૌટા નાકા વિસ્તારમાં શ્રી માતૃ સલૂન એન્ડ સ્પા ચલાવતા સંચાલકોને 5,70,000 રૂપિયાનું બીલ આપતા તેઓ ચોંકી ઉઠ્યા છે. સંચાલકોના જણાવ્યા અનુસાર લોકડાઉન પહેલાં સામાન્ય દિવસોમાં 3 હજારથી 3500 રૂપિયાનું બીલ ભરતા હતા. પરંતુ લોકડાઉન બાદ જ્યાં ધંધા ઉપર માઠી અસર પડી છે. અને કોરોના મહામારીને લઈને ધંધો છે નહીં તેવામાં વિજકંપની દ્વારા તોતિંગ રકમના બીલ ફાડવામાં આવતા ચિંતામાં મુકાયા છે.