અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે-48 પર કિચન કબાના હોટલ નજીક અજાણ્યા વાહનચાલકે મોપેડને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ પર સવાર 20 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.

મૂળ મધ્ય પ્રદેશના શ્રમજીવીઓ કામ અર્થે પાનોલી સ્થિત કામધેનુ એસ્ટેટ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન અંકલેશ્વર નજીક NH-48 પર અજાણ્યા વાહને તેમના મોપેડને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ગંભીર પરિણામો સામે આવતાં 20 વર્ષીય કવિતા ડામોર નામની યુવતીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાને પગલે ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા વાહનચાલક અંગેની વિગતો મેળવવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે