અસત્ય ઉપર સત્યના વિજયના પર્વ વિજયાદશમી એટલે કે દશેરાના પર્વ નિમિત્તે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો.ONGC  રામલીલા સમિતિના ૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય દશેરા મહોત્સવ ઉજવાયો હતો.

અંકલેશ્વર ONGC કોલોનીમાં વિજયાદશમી પર્વ નિમિત્તે  51 ફૂટના રાવણ સાથે કુંભકર્ણ અને મેઘનાદનાં પૂતળાંનું દહન કાર્યક્રમ યોજાયો હતો  રામલીલા સમિતિની પરંપરાને 50 વર્ષ પૂર્ણ થતા ભવ્ય આતીશબાજી કરવામાં આવી હતી.રામલીલા સમિતિ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ રાવણના 51 ફૂટ ઊંચા પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતુ.ઉપરાંત 50 ફૂટ ઉંચા કુંભકર્ણ અને  50 ફૂટ ઉંચા મેઘનાદના  પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વરની ઓએનજીસી કોલોની ખાતે રામલીલા સમિતિ દ્વારા શરૂ કરાયેલી આ રાવણ દહનની પરંપરાને આ વર્ષે 50 વર્ષ પૂરાં થયા છે. આથી આ મહોત્સવ ગોલ્ડન જુબિલી તરીકે ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે ઓએનજીસી એસેટ મેનેજર આર.રવિકુમાર  સહીત ઓએનજીસીના અધિકારીઓ કર્મચારીઓ અને  હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.