અંકલેશ્વર : અવાદર ગામે રાત્રીના સમયે દીપડાનો પ્રહાર, ત્રણ પશુઓને ફાડી ખાધા

New Update
અંકલેશ્વર : અવાદર ગામે રાત્રીના સમયે દીપડાનો પ્રહાર, ત્રણ પશુઓને ફાડી ખાધા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અવાદર ગામે દીપડાએ ત્રણ જેટલા પશુઓનો મારણ કરતા હાહાકાર મચી જવા પામ્યો છે.

અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ઘણા વર્ષ દિવસોથી દીપડો દેખાય દેવાના બનાવો દિન-પ્રતિદિન વધવા પામ્યા છે. આ અંગે ફોરેસ્ટ ખાતા એ ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ તેમજ પિંજરા મુકવા પણ આવ્યા હતા. સંપૂર્ણ ઉછાલી ભરણ વાડી જેવા ગામડાઓમાં દીપડાનો આંતક જોવા મળ્યો હતો.

આજરોજ અવાદર ગામે કાન્તીભાઈ લાલુભાઇ પટેલ નામના શિક્ષક તરીકે નોકરી જોડે ખેતી કરતા ખેડૂતના ખેતરમાં મધ્ય રાત્રીના ત્રણ વાગ્યાના અરસામાં વીજળી ન હોવાના કારણે અંધારાનો લાભ લઇ તેમના ખેતરમાં આવેલા મકાનમાં પાછળના ભાગે ઘૂસી આવી ત્રણ જેટલા પશુઓને ગળાના ભાગે પકડી લઈ મારી નાખ્યા હતા. ત્યારબાદના ચાકર જાગી જતા તેમણે જનરેટર ચાલુ કર્યું હતું . લાઈટના અજવાળે પડતાં જ દીપડો પરિવાર ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ લાઈટ જનરેટર બંધ થવાના કારણે દીપડાએ ફરીવાર આવી ગાયને ઉંચકીને ખેંચી નજીકના ખેતરમાં લઈ જઈ ફાડી ખાધી હતી.

અહીં સવારે ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે અંદાજિત ત્રણ જેટલા દીપડાઓ ખેતરોમાં ફરી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અંગે અંકલેશ્વર ફોરેસ્ટ ખાતાને જાણ કરતાં જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અવાદર ગામે પાંજરું મૂકવા માટેની તૈયારી હાથ ધરી હતી. અન્ય ખેડૂતોને જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી પાવડર ગામમાં વીજપુરવઠો ખોરવાઈ જવાના કારણે આ ઘટના બની હોવાનું તારણ કાઢયું હતું. આગ્રીકલ્ચર લાઈન બંધ હોવાથી ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાંતિભાઈ વધુમાં જણાવ્યું હતું કે આટલો જલદી જ પકડાઈ જાય તો સારું હાલમાં ચોમાસાની સીઝન હોવાને કારણે ખેડૂતો ખેતરોમાં નીડામણ નું કામ ચાલુ હોવાના કારણે ખેત મજૂરો હાલમાં ખેતરોમાં હોવાથી દિપડા ઓના હુમલો થઈ શકે એમ છે

Latest Stories