અંકલેશ્વર આંબોલી રોડ પરની ડમ્પિંગ સાઈટ થી સ્થાનિક લોકો ત્રસ્ત

New Update
અંકલેશ્વર આંબોલી રોડ પરની ડમ્પિંગ સાઈટ થી સ્થાનિક લોકો ત્રસ્ત

સુકાવલી અન્યત્ર નહિં ખસેડાય તો રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

અંકલેશ્વરનાં આંબોલી રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ થી નજીકમાં આવેલી 12 જેટલી સોસાયટીનાં રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અને આ સુકાવલીને અન્યત્ર નહિં ખસેડાય તો વિધાનસભાની ચૂંટણીનાં બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા આંબોલી રોડ પાસેની સુકાવાલી ડમ્પિંગ સાઇટમાં નગર માંથી નીકળતા કચરાને ઠાલવવામાં આવે છે. આ ડમ્પિંગ સાઈટની આસપાસમાં 12 જેટલી સોસાયટીઓ શક્તિનગર, સરસ્વતી પાર્ક 1 અને 2, સર્વોદયનગર, સપના- 1,રહેમત પાર્ક, ઘનશ્યામ નગર, નૂરે ઇલાહી સોસાયટી, રોશન પાર્ક 1 ને 2, ફતેનગર, સ્ટાર એવન્યુ સહિત સોસાયટીનાં રહીશોએ વિધાનસભાની ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.

publive-image

નગર પાલિકા દ્વારા કચરો બાળવામાં આવતો હોવાથી વારંવાર તેના ધુમાડાને લઇ લોકોનાં સ્વાસ્થ પર તેની વિપરીત અસર ઉભી થઇ રહી છે.

સ્થાનિક રહીશ સહેજાદા ખાને જણાવ્યુ હતુ કે ડમ્પિંગ સાઈટ અંગે વારંવારની રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી, અને કચરો સળગાવવામાં આવતા તેના ધુમાડાથી સ્થાનિક લોકો ભારે ત્રાસ જનક પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. જો તંત્ર દ્વારા ત્વરિત કોઈ પગલા ભરવામાં નહિ આવેતો સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી.

Latest Stories