New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/13.jpg)
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એરો ગ્રીન ટેક કંપનીમાં બુધવારે સવારના સમયે અચાનક ભીષણ આગ લાગતાં દોડધામ મચી ગઇ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી બહાર આવી શકયું નથી. આગને કાબુમાં લેવા માટે અંકલેશ્વર નોટીફાઇડ એરિયાના લાશ્કરો ચાર લાયબંબા સાથે સ્થળ પર પહોંચી ગયાં છે અને પાણીનો મારો ચલાવી રહયાં છે.
આગના કારણે ઉઠેલા ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી જોવા મળ્યાં હતાં. પવનના કારણે આગ વિકરાળ બની રહી હોવાથી પાનોલીતથા અન્ય જીઆઇડીસીના ફાયર ફાયટર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. ઘટના બાદ કંપનીની બહાર લોકોના ટોળા એકત્ર થઇ ગયાં છે.
Latest Stories
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-30-at-11.55.17-AM-1.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-30-at-11.55.17-AM.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-30-at-11.55.18-AM-1.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-30-at-11.55.18-AM-2.jpeg)
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/10/WhatsApp-Image-2019-10-30-at-11.55.18-AM.jpeg)