/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/hhh.jpg)
તા.૨૭/૦૯/૨૦૧૯ ના રોજ ગડખોલ પાટીયાથી અંદાડા જવાના રોડની ઉપર આવેલ ઐયપ્પા મંદીરની ઓફીસનાં દરવાજાનો નકુચો તોડી તેમજ ઓફીસની તીજોરી બહારનુ લોક તોડી ચોરી થઈ હોવાની ફરિયાદ મંદિર સમિતિના ખજાનચીએ અંકલેશ્વર પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર તા. ૨૭/૦૯/૨૦૧૯ ના રોજ રાત્રીના પોણા નવ વાગે ઓફીસને તાળુ મારી મંદિરના ખજાનચી વેણગોપાલ તંગપ્પન નાયર પોતાના ઘરે જતા રહ્યા હતા.ત્યારબાદ તા.૨૮મીની વહેલી સવારે ૪ વાગ્યાની આસપાસ મંદિરના વિચમેનોએ મંદિરની ઓફીસના દરવાજાનો નકુચો તુટેલ હોવાની જાણ કરતા વેણગોપાલ તંગપ્પન નાયર મંદિરે દોડી આવ્યા હતા.જ્યાં ચેક કરતા ઓફિસની તીજોરીની અંદરના લોકરમાં મુકેલ કાળા કલરના મોટા પાકિટમાં મંદીરના ધાર્મિક વિધીના રાખેલ રોકડા રૂ.૧૮,૨૮૦/- ની કોઇ ચોર ઇસમો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું માલુમ પડતા આ અંગેની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.