અંકલેશ્વર : ગુરુપૂર્ણિમાની અનોખી રીતે કરાઇ ઉજવણી, તુલસીના રોપાનું પ્રસાદીરૂપે કરાયું વિતરણ

New Update
અંકલેશ્વર : ગુરુપૂર્ણિમાની અનોખી રીતે કરાઇ ઉજવણી, તુલસીના રોપાનું પ્રસાદીરૂપે કરાયું વિતરણ

આજે અષાઢ સુદ પુનમનો દિવસ એટલે કે ગુરુપૂર્ણિમા, આજના દિવસે ગુરુભક્તો દ્વારા પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવાય છે. હજારોની સંખ્યામાં મંદિર તેમજ દેવાલયોમાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓએ ગણેશજીના દર્શનનો લ્હાવો લીધો હતો.આ પ્રસંગે મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને શ્રી ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ, સામાજિક વનીકરણ રેન્જ (અંકલેશ્વર) તેમજ અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પ્રસાદરૂપે તુલસીના રોપા અર્પણ કરવામાં આવ્યા હતા. લગભગ ૨૫૦૦ જેટલા તુલસીના રોપાનું વિતરણ કરી અનોખી રીતે આજના દિવસ એટલે કે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

આ પ્રસંગે અંકલેશ્વર પ્રાંત અધિકારી રમેશ ભગોરા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દક્ષા શાહ, કારોબારી કમીટીના ચેરમેન ચેતન ગોળવાળા, અંકલેશ્વર ભાજપના આગેવાન જનક શાહ, અંકલેશ્વર નગરપાલિકા પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણા, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્ર શ્રોફ, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી હરીશ જોષી, અંકલેશ્વર વન વિભાગના મહિપાલસિંહ તેમજ મોટી સંખ્યા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories