/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/Untitled-1-copy-2.png)
અંકલેશ્વરના રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલાં ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના સમયે તસ્કરો ત્રાટકયાં હતાં. ચોરી કરવા આવેલા તસ્કરો એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયાં હતાં.
#ભરૂચ#અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટ તસ્કરો ત્રાટકીયા.
— ConnectGujarat (@ConnectGujarat) October 1, 2019
ફ્લેટ અને અન્ય મકાનોને બહારથી નકુચા બંધ કરી એક ફ્લેટમાં ચોરીની ઘટનાને અંજામ અપાયો.
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ,કેમેરો જોઈ જતા તસ્કરે કેમેંરાને બંધ કરવાનો પ્રયાસ કર્યો.#ConnectGujarat#BeyondJustNewspic.twitter.com/NzXZMdGIVY
અંકલેશ્વર શહેરમાં પોલીસતંત્ર નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત બન્યું છે ત્યારે તસ્કરો પણ તેમનો કસબ અજમાવવા માટે સજજ બન્યાં હોય તેમ લાગી રહયું છે. અંકલેશ્વરમાં સતત ધમધમતા રહેતા રેલવે સ્ટેશન વિસ્તારમાં ચોરીની ધટના બાદ લોકોમાં ભય જોવા મળી રહયો છે. સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટમાં ગત રાત્રીના ચોરીના ઇરાદે તસ્કરો ત્રાટકયાં હતાં. તેમણે એપાર્ટમેન્ટના ફલેટને બહારથી બંધ કરી દીધાં અને ચોરી કરવાની શરૂઆત કરી હતી. ચોરીની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે. પોતે સીસીટીવીમાં કેદ થઇ ગયા હોવાનું જણાતા ચોરોએ કેમેરો તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીના બનાવ બાદ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે. પોલીસ રાત્રી પેટ્રોલીંગ સઘન બનાવે તેવી માંગ ઉઠી છે.