New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/vlcsnap-1092-03-30-08h33m41s328.jpg)
નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના નીચાણવાળા ગામોમાંથી ચાર હજારથી વધારે લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર કરવામાં આવ્યો છે.
રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલે રવિવારના રોજ અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ અને શકકરપોર સહિતના ગામોની મુલાકાત લીધી હતી. તેમણે પુરના કારણે અસર પામેલા લોકો સાથે વાર્તાલાપ કર્યો હતો અને સરકાર તરફથી યોગ્ય મદદની ખાતરી આપી હતી. તેમની સાથે નગરપાલિકાના પુર્વ પ્રમુખ સંદિપ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયાં હતાં.
Latest Stories