અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧, ૬ અને ૭ નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

New Update
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૧, ૬ અને ૭ નો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ- ૫ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. તે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડવાઈઝ કલ્સ્ટર બનાવીને સેવાસેતુ કાર્યક્રમનું આયોજનના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર ૧, ૬ અને ૭ માટે સેવા સેતુ કાર્યક્રમનું ઝેરોષ્ટ્રીયન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્યના પાંચમા તબક્કાના અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં વોર્ડ નંબર ૧, ૬ અને ૭ ના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. જેમના કામોનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગર પાલિકા કારોબારી અધ્યક્ષ ચેતન ગોળવાલા, શાસક પક્ષ નેતા જનક શાહ, ડાહીબેન રાણા, આગેવાન પદાધિકારીઓ, મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories