અંકલેશ્વર ને.હા પરની એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની થઈ ચોરી

અંકલેશ્વરઃ પેન્સિલ લેવા જવાનું કહી બે સગીરા થઈ ગુમ, નોંધાયો અપહરણનો ગુનો
New Update

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલના કમ્પાઉન્ડમાં કાચનો સામાન ભરેલ ટ્રકની ચોરી થયાની ઘટના સામે આવી છે.

મૂળ યુપીના ફિરોજનગરનો અને હાલ અંકલેશ્વરની કાશી કલકત્તા ટ્રાન્સપોર્ટમાં ટ્રક નંબર-જી.જે.05.બીવી 8839 ઉપર ચાલક તરીકે ફરજ બજાવતો નવાઝીશખાન અબ્દુલ ખાન ગુજરાત ગાર્ડિયન કંપનીમાંથી કાંચની પેટીઓ ભરીને બનારસ ખાતે જવા નીકળ્યો હતો તે વેળા તેણે પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ એરોમા હોટલમાં પાર્ક કરી રાતે ઉંધી ગયો હતો.

જે બાદ સાંજના પાંચ વાગે બનારસ જવાની તૈયારી કરી રહ્યો હતો તે સમયે ચાલક હોટલ પાસેની ટ્રાન્સપોર્ટની ઓફિસમા ટીવી જોવા બેઠો હતો તે દરમિયાન કંડકટર નઇમ દોડીને ટ્રક ચાલક પાસે આવી ટ્રક કોઈક ઈસમો ચોરી કરી ફરાર થઇ ગયા હોવાની જાણ કરતા ટ્રક ચાલક નવાઝીશ ખાને અંકલેશ્વર શહેર પોલીસ મથકે 11.55 લાખના કાંચની પેટી અને આશરે 10 લાખની ટ્રક મળી કુલ 21.55 લાખની ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ટ્રક ચાલકની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર નેશનલ હાઇવે પર સામાન ભરેલી ટ્રકોની ચોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવે તે અત્યંત જરૂરી છે.

Here are a few more articles:
Read the Next Article