અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો : ધુમ્મસ છવાયું

New Update
અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો : ધુમ્મસ છવાયું

અંકલેશ્વર પંથકમાં વહેલી સવારે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. વાતાવરણમાં આવેલા બદલાવ હવે સામાન્ય થઇ ગયા છે. ધીરે ધીરે ઋતુઓમાં સ્પષ્ટપણે બદલાવ જોવા મળી રહ્યો છે. ક્યારે શું થાય વાતાવરણ ચોક્કસ કરી શકાતું નથી.

અંકલેશ્વર શહેર તેમજ સમગ્ર અંકલેશ્વર આજુ-બાજુ વિસ્તારમાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસે જમાવટ કરી હતી. ૧૦ ફૂટના અંતરે કંઇ પણ જોઇ ન શકાય એ રીતે ધુમ્મસ જોવા મળ્યું હતું.જેના પગલે વાહન વ્યવહારને અસર પડી હતી. સવારે પણ વાહન ચાલકોએ હેડ લાઇટ ચાલુ કરી ધીમે વાહન હંકારવાની ફરજ પડી હતી. નવ વાગ્યા સુધી આજ પ્રકારે વાતાવરણ રહ્યું હતું. ત્યાં સુધી સૂરજને પણ સ્પષ્ટપણે જોઇ શકાતું ન હતું. ત્યારે મકાનના ધાબા, છાપરા અને ગાડીઓ પર ઝાંકળના બિંદુ ટપકતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં અચાનક આવેલા બદલાવને ગ્લોબલ વોર્મિંગની અસર રૂપે સૌએ નિહાળી હતી. 

Latest Stories