અંકલેશ્વર : માનવમંદિર દિવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયું, જુઓ કેવો હતો માહોલ

New Update
અંકલેશ્વર : માનવમંદિર દિવડાઓની રોશનીથી ઝળહળી ઉઠયું, જુઓ કેવો હતો માહોલ

અયોધ્યામાં રામમંદિરના ભુમિપુજનની સંધ્યાએ અંકલેશ્વરમાં દિવાળીમય માહોલ જોવા મળ્યો હતો. જીઆઇડીસી વિસ્તારમાં આવેલાં માનવ મંદીર દીપકોની રોશનીથી ઝળહળી ઉઠયું હતું

અયોધ્યામાં ભગવાન રામજન્મભુમિના સ્થળ પર ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવશે. રામમંદિરનું બુધવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભુમિપુજન કરાયું હતું. ભુમિપુજનની સંધ્યાએ અંકલેશ્વરમાં દિવાળીમય માહોલ જોવા મળ્યો હતો. દિવાળીના મહાપર્વની જેમ લોકોએ પોતાના ઘરોના આંગણાઓમાં દિપકો પ્રજવલ્લિત કર્યા હતાં. જીઆઇડીસી વિસ્તારમાં આવેલાં માનવ મંદિરને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. મંદિરમાં 108 દિવડાઓ પ્રગટાવવામાં આવતાં મંદિરનું વાતાવરણ આહલાદક બની ગયું હતું.  ભરૂચ જિલ્લાના તાલુકા મથક નેત્રંગ ખાતે પણ શિલાન્યાસ અવસરની ઉજવણી કરાય હતી. જીન બજાર ખાતે આવેલાં રામજી મંદિર ખાતે વિશ્વ હીંદુ પરીષદના ઉપક્રમે રામધુન, વૃક્ષારોપણ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. 

Latest Stories