અંકલેશ્વર : રેલ્વે પ્લેટફોર્મ પર ઉભી કરાઇ લીફટની સુવિધા, એક સાથે 20 મુસાફરોનું કરશે વહન

New Update
અંકલેશ્વર : રેલ્વે પ્લેટફોર્મ પર ઉભી કરાઇ લીફટની સુવિધા, એક સાથે 20 મુસાફરોનું કરશે વહન

અંકલેશ્વર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 થી 4 પર મુસાફરોની સુવિધા માટે ઉભી કરાયેલી લીફટનું સાંસદ મનસુખ વસાવા સહિતના મહેમાનોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુંં હતું. પશ્ચિમ રેલવેનું વડોદરા ડિવિઝન હંમેશાથી પ્રવાસીઓની સુવિધાઓ માટે પ્રસિધ્ધ રહ્યું છે.

publive-image
publive-image
publive-image

આ અંતર્ગત પ્રવાસીઓની સુવિધાઓ માટે ડિવિઝનના અંકલેશ્વર સ્ટેશનના પ્લેટ ફોર્મ નં. 1, 2 / 3 અને 4 પર ત્રણ લિફ્ટ લગાવવામાં આવી છે. વર્ષ 2017-18ના માન્ય કાર્ય હેઠળ ત્રણ લિફ્ટોની કુલ કિંમત લગભગ 1.30 કરોડ છે. જ્યારે એક લિફ્ટની કિંમત લગભગ 42.24 લાખ છે. પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ યુક્ત લિફ્ટોમાં સુરક્ષા અને દિવ્યાંગ ફ્રેન્ડલી ફિચર્સ પણ લાગેલ છે. લીફટના લોકાર્પણ સમારંભમાં વેસ્ટર્ન રેલ્વે ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટીના સભ્ય જે.જે.રાજપુત, રેલવેના સિનિયર ડીસીએમ ડૉ. ઝીનીયા ગુપ્તા સહિત ભાજપના હોદેદારો અને નાગરિકો હાજર રહયાં હતાં.

Latest Stories