અંકલેશ્વર : લાયન્સ કલબ ઓફ ઇન્ડસ્ટ્રીય એરીયાએ શરૂ કર્યો “માનવતાનો મોલ”

New Update
અંકલેશ્વર : લાયન્સ કલબ ઓફ ઇન્ડસ્ટ્રીય એરીયાએ શરૂ કર્યો “માનવતાનો મોલ”

અંકલેશ્વરમાં લાયન્સ કલબ ઓફ વુમન અને લાયન્સ કલબ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એરીયા દ્વારા મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા લોકોમાં જાગૃતિ લાવવાના શુભ આશયથી સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. આજના પાવન અવસરે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા જોગર્સ પાર્ક ખાતે માનવતાના મોલની શરૂઆત કરવામાં આવી હતી.

આ માનવતા મોલ ખાતે શહેરીજનો તેમની ઘર વપરાશની બિન ઉપયોગી વસ્તુઓ મુકી શકશે અને જરૂરીયાત મંદ લોકો તેને ત્યાંથી લઇ જઇ શકશે. આ માનવતાના મોલના ઉદ્ઘાટક શ્રી અશોકભાઈ ચોવટીયા ચેરમેન નોટીફાઈડ એરિયા ઓથોરિટી ના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો તથા અંકલેશ્વર એસોસિએશનના પ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ તથા લાયન્સ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ગજેરા તેમજ AiA તેમજ ક્લબના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ નવતર અભિગમને સાર્થક કરવા માટે ભારે જહેમત ઉઠાવી છે. ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાજલિ પણ અર્પણ કરાઇ હતી.

Latest Stories